પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં નટરાજ એવોર્ડ અર્પણ કરવામા આવશેમોરબી: મૂળ ધ્રુવનગરના હાલ મોરબીના નિવાસી રાજેશભાઇ કુકરવાડીયાને હનુમાન જયંતિના દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે, પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં નટરાજ એવોર્ડ અર્પણ કરવામા આવશે. મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ એનાયત થવાનો છે, આ તકે રાજેશભાઇ વ્યાસે મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.ભારત દેશના મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાશે. જે ગૌરવ પૂર્ણ એવોર્ડ માટે સમગ્ર જ્ઞાતિ બંધુઓ હર્ષની લાગણી અનુભવે છે. મોરબી મચ્છુકાંઠા લોક ભવાઇ કલાના ઇતિહાસમાં સૌ પ્રથમ એવોર્ડ રાજેશભાઇને મળતા પરિવાર જનો, ગ્રામજનો, જ્ઞાતિ બંધુઓ, અને ભવાઇ ચાહકોમાં હર્ષની લાગણી છવાઈ છે. ત્યારે ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.