આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 ગુણ મેળવ્યા હળવદ : આજરોજ સવારે ધોરણ 12-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ શહેરના માલધારી સમાજની દીકરી 99.78 પીઆર સાથે તાલુકા કક્ષાએ બીજા ક્રમાંકે ઉત્તર્ણી થતા શાળા પરિવાર તેમજ માલધારી સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. હળવદ શહેરમાં રહેતા શેખાભાઈ ગોવિંદભાઈ કરોત્રા(રબારી) ની દીકરી ધીમહિએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં 100 માં થી 100 ગુણ મેળવી 99.78 પી.આર અને 92% સાથે હળવદ તાલુકામાં બીજા ક્રમાંકે પાસ થયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ધીમહિના પિતા ઘંટી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ધિમહીએ ક્લાસ વન અધિકારી બનવાનું સપનું જોયું છે હળવદ તાલુકામાં બીજા ક્રમાંક હાંસલ કરતા શાળા તેમજ પરિવારજનોનુ નામ રોશન કર્યું છે જેથી હળવદ તાલુકા ના રબારી સમાજ ના દેહઇ જયેશભાઈ રઘુભાઈ કરોત્રાએ સમગ્ર હળવદ શહેર અને તાલુકાના રબારી સમાજ વતી અભિનંદન આપ્યા હતા.