જામનગર રિલાયન્સ ટાઉનશીપના રહેવાસી અને હાલ ધોરણ - 7માં સૈનિક સ્કૂલ (બાલચડી)માં અભ્યાસ કરતા નરેન્દ્રભાઈ અને હેતલબેનના પુત્ર પ્રીયાંશ નરેન્દ્રભાઈ ચારોલાએ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ (RIMC) દહેરાદુનની પ્રવેશ પરીક્ષામાં સમગ્ર ગુજરાત કક્ષાએ સફળતા મેળવી માતા પિતા અને સમગ્ર ચારોલા પરિવારનું નામ રોશન કર્યું છે. પ્રીયાંશની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને જીવનમાં દરેક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.