મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 21 જુલાઈ ને સોમવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, સીંગદાણા, તુવેર, રાય અને કાળા તલ તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 274 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 530 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 170 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ 1786 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 1032, જીરુંના 3680, બાજરાના 504, સીંગદાણાના 1481, તુવેરના 1232, રાયના 1431 અને કાળા તલના 3700 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.