મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 7 ઓગસ્ટ ને ગુરુવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, ચણા, એરંડા અને તુવેર ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 442 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 554 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 174 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1840 સુધી બોલાયા હતા. તો મગફળીના 950, જીરુંના 3486, બાજરાના 564, જુવારના 640, ચણાના 1111, એરંડાના 1262 અને તુવેરના 1190 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના ભાવ ઘટીને પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 1050 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.