રેલવે તંત્ર, રેલવે પોલીસ અને એ ડિવિઝન, બી ડિવિઝન દ્વારા સંયુક્ત ડીમોલેશનની કાર્યવાહી મોરબી : મોરબીમાં લાંબા સયમ બાદ રેલવેની હદમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા માટે રેલવે તંત્રએ ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રેલવે તંત્ર, રેલવે પોલીસ અને એ ડિવિઝન, બી ડિવિઝન દ્વારા વીસી ફાટક અને નટરાજ ફાટક પાસે રેલવેની જમીન પરના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. મોરબીના વીસી ફાટક અને નટરાજ ફાટક પાસે રેલવેની જમીન ઉપર વર્ષોથી આડેધડ દબાણો ખડકાયા હતા. આ દબાણો દૂર કરવા માટે રેલવે તંત્રએ દબાણકારોને અનેક નોટિસ ફટકારી હોવા છતાં દબાણો ન હટતા અંતે રેલવે તંત્રએ દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં રેલવે તંત્રના પી.ડબ્લ્યુ. આઈ. વિભાગ, રેલવે પોલીસ તેમજ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા આજે વીસી ફાટક અને નટરાજ ફાટક પાસે રેલવેની જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદે દબાણોનો કડુસલો બોલાવી દીધો હતો. આ બન્ને જ્યારે 13 જેટલી કેબીનો હટાવી દીધી હતી.