માળીયા પોલીસ મથકમાં સમાજના પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ માળીયા : માળીયા તાલુકાના મોટીબરાર ગામે રહેતા સામાજિક કાર્યકર્તાને ઘેર સમાજના પ્રમુખના નામે ટપાલ આવતા આ મામલે ખરાઈ કરવા સમાજના પ્રમુખને ફોન કરતા ગાળો આપી કાપી નાખવા ધમકી આપવામાં આવતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતા સમાજ સેવક ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાના ઘેર સમાજના નામે ટપાલ આવતા આ મામલે ખરાઈ કરવા તેઓએ મોરબી માળીયા તાલુકા વણકર સમાજના પ્રમુખ રામજીભાઇ એમ. ધાવડાને મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો હતો. વધુમાં સમાજના પ્રમુખ પાસે ટપાલ બાબતે ખરાઇ કરવા ફોન કરતા તેમને ફોનમા બોલાચાલી કરી ગાળો કાઢી કાપી નાખવાની ધમકી આપતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ-૫૦૭ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.