મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સમરસ જાહેર થયેલા ગામોને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે શુભેચ્છા પાઠવી છે. મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં જે ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે તે ગામને તથા તે ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના દરેક સભ્યોને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિલાલ પટેલ એ અભિનંદન પાઠવ્યા છે. તેમણે આગળ જણાવ્યું છે કે લોકશાહીના મહાપર્વમાં જાહેર થયેલ સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને તેની ટીમ નિષ્ઠાથી, ઈમાનદારીથી કામ કરી ગામના વિકાસમાં ભાગીદાર બને તથા સરકારની યોજનાઓ પૂર્ણ રીતે સાકાર કરે સાથે ગામોને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવે તેવી આશા છે. વધુમાં, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ એ સમરસ ગામોને શુભેચ્છા પાઠવી કોઈપણ પ્રકારના સહયોગ માટે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના દ્વાર ખુલ્લા છે. અને કોંગ્રેસ દરેક પ્રકારનો સાથ અને સહયોગ આપવા માટે તત્પર હોવાનું યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..