મોરબી : સતત ત્રીજા વર્ષે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીનાં પ્રમુખ તરીકેનો તાજ પ્રીતિબેન દેસાઇના શિરે આવ્યો છે. ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ તરીકેના બે વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઇએ પોતાના સહ હોદેદારો તેમજ તમામ સભ્યોને સાથે રાખી ક્લબના હેતુઓ, ઉદ્દેશોને ફળીભુત કરવા સાથે અપૂર્વ ચાહના મેળવી છે. ત્યારે ક્લબના સિનિયર અગ્રણીઓએ પણ તેમના કાર્યોની નોંધ લીધી છે. તેમની સમાજ માટે અનેક રચનાત્મક, સામાજિક, સેવાકાર્યો કરી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીની મોરબી પંથકમાં એક આગવી ઓળખ ઉભી કરી ગૌરવવંતુ સ્થાન અપાવવા બદલ ક્લબના હોદેદારો, સભ્યો તેમજ બોર્ડ દ્વારા પ્રીતિબેન દેસાઇને સતત ત્રીજા વર્ષે, ત્રીજી ટર્મ માટે પ્રમુખ તરીકે બાગડોર સોંપવા સર્વમાન્ય નિર્ણય લેવાયો છે. આ તકે ક્લબના ચીફ પેટન હિતેશભાઈ પંડ્યા, ઇમિડીયેટ પાસ્ટ નેશનલ ચેર પર્સન આશાબેન પંડ્યા તેમજ નેશનલ ચેર પર્સન અક્ષયભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ પ્રમુખ તરીકે સતત ત્રીજા વર્ષે પોતાની વરણી કરવામાં આવવા બદલ પ્રીતિબેન દેસાઇ નેશનલ હોદેદારો માટે આભારની લાગણી વ્યક્ત કરી છે. પ્રમુખ પ્રીતિબેન દેસાઇનો ઇન્સ્ટોલેશન સમારોહ ઈન્સ્ટોલેશન ઓફિસર નિરુપમાબેન વાગડીયાની ઉપસ્થિતિમાં આગામી તા.8 ના રોજ સવારે 11 વાગ્યે હોટલ મહેશ ખાતે યોજાનાર હોવાનુ યાદીમાં જણાવાયુ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..