મોરબી : સતત ત્રીજા વર્ષે ઇન્ડીયન લાયન્સ ક્લબ ઓફ મોરબીના પ્રેસિડેન્ટનો તાજ ભાવેશભાઈ દોશીના શિરે આવ્યો છે. ઇન્ડીયન લાયન્સ ક્લબ - મોરબીના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત ભાવેશભાઈ દોશી (નગરપાલિકા)ની પસંદગી થયેલ છે. ત્યારે ઇન્ડીયન લાયન્સના ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યા અને નેશનલ ચેરમેન અક્ષયભાઇ ઠકકર દ્વારા ભાવેશભાઈ અને તેમની ટીમના છેલ્લા બે વર્ષના પરફોર્મન્સ અને સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી અને કલબના થયેલા વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધેલ છે. ક્લબનો શપથગ્રહણ સમારોહ આગામી તા. 8ને રવિવારના રોજ સાંજે 5-30 કલાકે શિવ હોલ, શનાળા રોડ ખાતે સંગીતમય શપથગ્રહણ સમારોહમાં ઇન્ડીયન લાયન્સ નેશનલ વતી નેશનલ કનવીનર નીરૂપામાબેન વાગડીયા, નેશનલ વાઈઝ ચેરમેન વનરાજ ગરૈયા તેમજ વેસ્ટ ઝોન ચેરમેન સુરેશભાઈ કટારીયા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તેમજ મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા તેમજ ઓમ શાંતિ ગ્રુપના ટી. ડી. પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..