મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખની ગુજરાત પેન્શનર સમાજના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.તેમજ સામાન્ય સભામાં હાજર રહી રજિસ્ટ્રેશન કરાવેલ છે.તેવા પેન્શનર સમાજના સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવશે. મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઇ એસ.ડાંગરને રાજયકક્ષાએ આવેલ ગુજરાત પેન્શનર સમાજ અમદાવાદની ગત કારોબારી સમિતિની બેઠક મળેલ હતી.જેમાં ગુજરાત રાજયના ઉપપ્રમુખના હોદા ઉપર સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.તેમજ તા.૨૨/૦૩/૨૦૨૨ નાં રોજ સામાન્ય સભામાં હાજર રહી રજિસ્ટ્રેશન કરાવેલ છે.તેવા પેન્શનર સમાજના સભાસદોને તા.૧૧/૦૫/૨૦૨૨ થી તા.૨૦/૦૫/૨૦૨૨ (જાહેરરજાના દિવસો સિવાય) સવારે ૯ થી ૧૦ સુધી ભેટ વિતરણ કરવામાં આવશે. તેમ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.