મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતી પ્રસંગે ટંકારા ખાતે ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જ્ઞાન જ્યોતિ પર્વ - સ્મરણોત્સવમાં પધારેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટંકારા તાલુકા પંચાયત નજીક હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આગમન થતાં અન્ય મહાનુભાવો જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી અને જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી અને આર્ય સમાજના અગ્રણીઓએ પણ રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કરી ટંકારાની તપોભૂમિ ઉપર આવકાર્યા હતા.