બસ સમયસર ન મળતા રોજ બે થી ત્રણ કિલોમીટર ચાલવું પડે છે: 29 વિદ્યાર્થીઓની સામૂહિક રજૂઆત માળીયા મીયાણા: માળીયા મીયાણા ગામના 29 જેટલા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસના સ્થળ પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલી આઈ.ટી.આઈ. (ITI) સુધી પહોંચવા માટે બસના રૂટ અને સમયમાં સુધારો કરવા મોરબી ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં માળીયા મીયાણા ગામેથી સવારે 11:00 વાગ્યે જે બસ આવે છે, તે મહેન્દ્રગઢ થઈને જતી હોવાથી વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈ. સુધી પહોંચવા માટે બે થી ત્રણ કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપવું પડે છે. વિદ્યાર્થીઓના અભ્યાસનો સમય સવારે 10:00 વાગ્યાનો છે, પરંતુ હાલની બસ 11:00 વાગ્યે આવતી હોવાથી તેઓ સમયસર વર્ગમાં પહોંચી શકતા નથી.વિદ્યાર્થીઓની માંગ છે કે માળીયા મીયાણા ગામે સવારે 10:00 વાગ્યાની આસપાસ બસ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. તેમજ બસનો રૂટ મહેન્દ્રગઢને બદલે સીધો પીપળીયા ચાર રસ્તા આઈ.ટી.આઈ. સામે સુધી લંબાવવામાં આવે. આ સાથે સાંજે 4:00 વાગ્યે ક્લાસ પૂર્ણ થતા હોવાથી, વિદ્યાર્થીઓની સુવિધા માટે સાંજે 4:00 વાગ્યે માળીયા તરફ રિટર્ન બસની વ્યવસ્થા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સમયસર આવાગમન માટે સરળતા રહે.