રવાપર વિસ્તાર ટેક્સ ભરવામાં નંબર વન છતાં સુવિધાના નામે ‘મીંડું’ હોવાના આક્ષેપો: ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકીમોરબી : મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર પામ્યા બાદ પણ શહેરના પોશ ગણાતા વિસ્તારોની હાલત બદતર બની રહી છે. રવાપર વિસ્તારના આગેવાન લલિતભાઈ કાસુંદ્રાએ કમિશનરને પત્ર લખી રવાપરની ગંભીર સમસ્યાઓ અંગે ઉગ્ર રજૂઆત કરી છે અને જો ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.સુવિધાઓનો અભાવ અને ગંદકીનું સામ્રાજ્યરજૂઆતમાં જણાવ્યા અનુસાર, રવાપર ગામની હાલત અત્યારે સાવ ખરાબ થઈ ગઈ છે. રવાપર વિસ્તાર ટેક્સ ભરવામાં મોરબીમાં પ્રથમ નંબરે આવે છે, પરંતુ સુવિધાના નામે પાલિકા તરફથી માત્ર શૂન્ય જ મળે છે. રવાપરનું તળાવ અત્યારે ગટરના ગંદા પાણીથી ભરાઈ ગયું છે, જેના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે અને તળાવમાં જંગલ ઉગી નીકળ્યું છે.રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાકેનાલ ચોકડીથી ન્યુ એરા સ્કૂલ સુધીના રોડની હાલત અતિશય ખરાબ છે. ઉપરાંત કેનાલ ચોકડી પર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી હજારો નાગરિકો રોજ પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીઓની અંદર પણ રોડ સફાઈ, ગટર સફાઈ કે સ્ટ્રીટ લાઈટ માટે કોર્પોરેશનનો કોઈ સ્ટાફ આવતો નથી.ઓનલાઇન ફરિયાદમાં મુશ્કેલીરજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ક્લસ્ટર-11 ની અંદર કોઈ ફરિયાદ સાંભળનાર અધિકારી હોતા નથી. પાલિકા દ્વારા ઓનલાઇન ફરિયાદની સુવિધા અપાઈ છે, પરંતુ દરેક નાગરિકને ઓનલાઇન ફરિયાદ કરતા આવડતું હોતું નથી. આથી કમિશનર દર 15 દિવસે 1 કલાક માટે ક્લસ્ટર-11 માં બેસીને લોકોની રૂબરૂ ફરિયાદ સાંભળે તેવી માંગ કરવામાં આવી છે.પત્રના અંતે લલિતભાઈ કાસુંદ્રાએ આક્ષેપ કર્યો છે કે તંત્ર જેટલી ઉતાવળ ટેક્સ ઉઘરાવવામાં કરે છે તેટલી ઉતાવળ કામ કરવામાં પણ બતાવે. જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ કરવાની તૈયારી દર્શાવી છે.#Morbi #MorbiUpdate #Ravapar #MorbiCorporation #RoadProblem #PublicIssue #MorbiNews