સી.સી. રોડ, હાઈમાસ્ક લાઈટ અને પાણીના નિકાલ માટે યદુનંદન 4 સોસાયટીના રહીશોની માંગમોરબી : મોરબીના એસ.પી. રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ વિસ્તારના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને સંબોધીને વિવિધ પ્રશ્નો અંગે પાંચ અલગ-અલગ પત્રો લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં રોડ-રસ્તા, લાઈટ અને પાણીના નિકાલ જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવા માંગણી કરવામાં આવી છે.સી.સી. રોડ અને લાઈટની સુવિધા આપવા માંગયદુનંદન 4 સોસાયટીના પ્રમુખ રમેશભાઈ સામજીભાઈ વડસોલા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર, એસ.પી. રોડ પર રાધિકા હાઈટ્સથી શ્યામ ગ્લાસ સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જવાથી ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પસાર થઈ શકતા નથી. આ ઉપરાંત, સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરથી સરદાર પાન સુધીનો 400 ફૂટનો રસ્તો પણ સાંકડો અને કાચો હોવાથી શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને કાદવ-કીચડના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ બંને માર્ગો પર સી.સી. રોડ બનાવવા રહીશોએ માંગ કરી છે.ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાને રાખી હાઈમાસ્ક લાઈટની જરૂરિયાતએસ.પી. રોડના નાકા પાસે અને સરદાર આર્કેડ પાસે ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આ રહેણાંક વિસ્તારમાં ભારે ટ્રાફિક હોવાથી રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહે છે. જેથી જનહિતમાં એસ.પી. રોડના નાકા પાસે હાઈમાસ્ક લાઈટ નાખવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ લાવવા અપીલસોસાયટીના રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાના કારણે સ્કૂલના વાહનો અને ખાનગી વાહનોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વિસ્તારમાં 20 થી 25 જેટલા એપાર્ટમેન્ટ આવેલા હોવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા રોડ-રસ્તા કે પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આ પ્રશ્ને મુખ્યમંત્રી, સાંસદ સભ્ય અને ધારાસભ્યોને પણ નકલ રવાના કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.#Morbi #MorbiUpdate #PublicIssues #SPRoad #CivicAmenities #Development #GujaratNews #LocalNews #MunicipalCorporation