મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા વોર્ડ નંબર 11ના લાયન્સનગરમાં નવી આંગણવાડી બનાવવા માટે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ જિલ્લા કલેક્ટરને જણાવ્યું છે કે, વોર્ડ નંબર 11ના લાયન્સનગરમાં જ્યાં વર્ષો જુની આંગણવાડી છે તે ભૂકંપગ્રસ્ત થયા પછી જર્જરીત હાલતમાં છે. આ આંગણવાડી ઘણા વર્ષોથી બંધ છે. નવી આંગણવાડી બનાવવા ઘણી વખત અરજીઓ કરવામાં આવી છે. પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આંગણવાડી બનાવવા મુદ્દે ચર્ચા થઈ હતી. પરંતુ આંગણવાડી અંગે કોઈને રસ ન હોય તેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ત્યારે આ આંગણવાડી નવી બનાવવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી છે.