મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી અંગે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર ચાલુ સાલ ભારત સ૨કાર દ્વારા સી.સી.આઇ. ધ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવેલ છે અને આ માટે મોરબી જીલ્લામાંથી પણ સી.સી.આઇ. દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની સુચનાઓ થયેલ છે પરંતુ આ બાબતે મળેલ રજુઆતો દ્વારા ધ્યાને આવેલ છે કે સી.સી.આઇ. દ્વારા મોરબી જીલ્લામાં ખરીદી બંધ કરવામાં આવેલ છે અથવા ખરીદી કરવામાં આવતી નથી. લોકડાઉનના કારણોસર ખેડૂતો દ્વારા કપાસના ઉત્પાદનનો વેચાણ ન થઇ શકવાના કારણે ખુબજ ખેડુતોને મોટું નુકશાન થઇ રહ્યું છે અને આર્થીક ખેચતાણ દિવસે-દિવસે વધુ થઇ રહી છે. આ બાબત ખેડુતો માટે જીવન-મરણનો પ્રશ્ન થઇ શકે તેમ છે. આ સંજોગોમાં સી.સી.આઇ. દ્વારા મોરબી જીલ્લામાં તાકીદની સ્થિતીથી ખરીદી ચાલુ કરવામાં આવે અને ખેડુતોના ઉત્પાદનનો 100% માલ ટેકાના ભાવે ખરીદવામાં આવે તે માટે સંબધીતોને જરૂરી સુચનાઓ કરવા અને વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે.