મોરબી : મોરબીના પી.પી.જોષીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીમાં અનેક લોકો ધંધાર્થે અને કામ અર્થે આવે છે. હળવદ તાલુકામાંથી દરરોજ 10-12 ટ્રેન પસાર થાય છે. જેમાંથી 4-5 ટ્રેનને વાયા મોરબીથી ચલાવવી જોઈએ સાથે જ મોરબીને લાંબા અંતરની ટ્રેન સુવિધા આપવા રજૂઆત કરી છે.