જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલએ આગામી બજેટમાં સમાવેશ કરી ૧૦ ગામોને પાણી આપવા કરી રજૂઆત હળવદ: હળવદ તાલુકાના જુદા જુદા ૧૦ ગામોને સૌની યોજના થકી પાણી મળી રહે તેમજ નર્મદા કેનાલમાંથી પીવાના પાણીનો અને સિંચાઈનો લાભ આપવા મોરબી જિલ્લા ઉપ ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે હળવદ તાલુકાના માથક,રાતાભેર, ચુપણી , ડુંગરપુર, શિવપુર, માણેકવાડા, શીરોઈ,રણછોડ, વાંકીયા અને સમલી સહિત દસ ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આ દસ ગામની સમસ્યાઓને ધ્યાને લઇ ગ્રામજનોની સમસ્યા કાયમી માટે હલ થાય તે માટે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યા મુજબ તાલુકાના ઉપરોક્ત ગામોને સૌની યોજના નો તેમજ નર્મદા કેનાલથી પીવાના પાણીનો અને સિંચાઈનો લાભ મળી રહે તે માટે આગામી બજેટમાં સમાવેશ કરવા જણાવાયું છે સાથે આ દશ ગામ માત્ર આકાશી ખેતી પર નિર્ભર હોય હાલ આ ગામોને પીવાના તથા સિંચાઇ ના પાણી ની કોઈ યોજના ન હોય જેથી આ ગામોને પીવાના તથા સિંચાઈના પાણીનો લાભ મળે સૌની યોજના તથા નર્મદા કેનાલ હળવદ તાલુકામાંથી પસાર થતી હોય તેમજ સૌની યોજના લિંક તાલુકામાં પસાર થતી હોય જેથી આ યોજનાનો લાભ રાજ્ય સરકાર આ ૧૦ ગામોને આપવાનું આયોજન કરે તો આ ગામોનો વર્ષોજૂના પ્રશ્ન નો ઉકેલ આવી શકે તેમ છે જેથી સૌની યોજના નો લાભ તાલુકાના બાકી રહેતા દસ ગામોના ગ્રામજનોને આપવામાં આવે તેમ અંતમાં જણાવ્યું છે રજૂઆતનો પત્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સૌરભભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ને પણ મોકલી આપવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત દસેય ગામમાં દર વર્ષે ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે હાલ આ ગ્રામ્ય વિસ્તારના બોરના પાણી પણ ખરાબ થઈ ગયા હોય સાથે જ આ ગામોના ખેડૂતો મોટાભાગે બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેથી જિલ્લા ઉપભાજપ પ્રમુખ વલ્લભભાઈની રજૂઆતને રાજ્ય સરકાર ધ્યાને લઇ આ ગામોના વર્ષો જૂના પ્રશ્નને કાયમી માટે હલ કરે તેવી ગામલોકો પણ આશા રાખીને બેઠા છે.