મોરબી : મોરબીના ગોર ખીજડીયાના પાટીયાથી નારણકા સુધીના ડામર પટ્ટી નવા રોડનું કામ ચાલુ કરવા બાબતે ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે.વનાળીયા, નારણકા, માનસર અને ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે, વાવડીના પાટીયાથી ગોર ખીજડીયા-વનાળીયા-માનસર-નારણકા સુધીનો રોડ એકદમ તૂટી ગયો છે. નવો રોડ પણ મંજૂર થઈ ગયો છે. તો નવો રોડ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે. કેમકે ગામડેથી મોરબી જતાં આવતા રાહદારીઓને અને વાહનચાલકોને તૂટી ગયેલા રોડના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરવામાં આવે. આઠ દિવસમાં રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો રસ્તા લોકો આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે.