મોરબી શહેર - જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ટ્રાફિક પીઆઇને રજુઆત કરી મોરબી : મોરબીમાં દર રવિવારે રેલવે પુલ નીચે ભરાતી ગુજરી બજારમાં જયારે ટ્રેન પસાર થાય ત્યારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય ટ્રાફિક સમસ્યા નિવારવા મોરબી શહેર - જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ટ્રાફિક પીઆઇને રજુઆત કરી છે. ટ્રાફિક પીઆઇને કરવામાં આવેલી રજુઆતમાં જનવાયુ છે કે, રવિવારે મોરબી - ૨ વિસ્તારમાં રેલવેના પુલ નીચે ગુજરી બજાર ભરાઈ છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખરીદીમાં અનુકૂળ પડે છે. ભલે ગુજરી ભરાઈ સૌ ધંધો કરે તેની સામે કોઈને વાંધો નથી પરંતુ જયારે ટ્રેઈન આવે છે ત્યારે નાલાની નીચે ટ્રાફિક જામ થાય છે રીક્ષાનો ખડકલો નાલા નીચે હોય છે જેથી ક્યારેક ક્યારેક મોટર તથા છકડો રીક્ષા ઢાળને કારણે પાછા પડે છે ને અકસ્માતનો ભય રહે છે. વધુમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દર રવિવારે એક ટ્રાફિક પોલીસ અથવા તો જી.આર.ડી ની વ્યવસ્થા થાય તો રવિવારે ટ્રાફિકના ત્રાસ થી પ્રજાને શાંતિ રહે છે. મોરબીમાં ટ્રાફિક વ્યવસ્થા સારી છે. પરંતુ રવિવારે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું લાગે છે જેથી રવિવારે આ સમસ્યા ઉકેલવા રજૂઆતના અંતે માંગ ઉઠાવી છે.