મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડથી શનાળા રોડ જીઆઈડીસી પાસે રેનોલ્ટ શો-રૂમની સામે આવેલા હરિઓમ કોમ્પલેક્ષમાં પાર્કિંગમાં કરવામાં આવેલું દબાણ અને ગટરના પાણીનો નિકાલ કરવા કોમ્પલેક્ષના ધંધાર્થીઓએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. હરિઓમ કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા ધંધાર્થીઓના જણાવ્યા પ્રમાણે હરિઓમ કોમ્પલેક્ષના પાર્કિંગની જગ્યામાં દબાણ દુર કરવા અને સાથે જ વરસાદી અને ગટરના પાણીનો નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.