મોરબી : મોરબીમાં આવેલી ઐતિહાસિક કુબેરનાથ મંદિરની વાવની સાફ સફાઈ કરાવવા બાબતે અરજદારની રજૂઆત બાદ કલેક્ટર કચેરી મોરબી દ્વારા પુરાતત્વ વિભાગ અને મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં જાણ કરવામાં આવી છે.જૂનાગઢના અરજદાર મહેશભાઈ પરમાર દ્વારા મોરબીની ઐતિહાસિક કુબેરનાથ મંદિરની વાવની સાફ સફાઈ કરાવવા રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત અન્વયે મોરબી જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા પુરાતત્વ અને સંગ્રહાલય ખાતના સહાય પુરાતત્વ નિયામક અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત જાણ કરીને આ ઐતિહાસિક વાવની સાફ સફાઈની કામગીરી નિયમોનુસાર કરી કાર્યવાહીનો અહેવાલ મોકલવા જણાવાયું છે.