મોરબીમાં રેલવે સુવિધા, કંટ્રોલ પોઈન્ટ અને ટ્રાફિક સમસ્યા બાબતે મુખ્યમંત્રીને રજૂઆતમોરબી : મોરબીના જાગૃત નાગરિક પી.પી. જોષીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત પત્ર લખીને મોરબી જિલ્લાને રેલેવ સુવિધા, કંટ્રોલ પોઈન્ટ અને ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરી છે.પી.પી. જોષીના જણાવ્યા પ્રમાણે, મોરબીથી અમદાવાદ-મુંબઈ જવા માટે કોઈ રેલવેની સુવિધા નથી. હળવદથી 10 થી 12 ટ્રેન ચાલે છે તેમાંથી 4-5 ટ્રે વાયા મોરબીથી કરવામાં આવે તો પ્રજાનો પ્રશ્ન ઉકેલાય તેમ છે. આ ઉફરાંત એસટી સુવિધા મોરબી-2 ખાતે હાઉસિંગ બોર્ડ ખાતે કંટ્રોલ પોઈન્ટ બનાવવો જરૂરી છે. કેમ કે અહીંયા દરરોજ ત્રણ હજાર જેટલા મુસાફરો અવર-જવર કરે છે. પુછપરછ માટેની સુવિધા પણ નથી. જુના બસ સ્ટેન્ડ ખાતે રિઝર્વેશન બારી ચાલુ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.આ ઉપરાંત મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆત કરાઈ છે. જેમાં જણાવાયું છે કે, નહેરુગેઈટ ચોકમાં પાથરણા લારી, ગલ્લા, ત્રિકોણબાગ જુના બસ સ્ટેન્ડ રોડ, શાક માર્કેટ ચોકમાં આડેધડ લારી ગલ્લા હટાવવા જરૂરી છે. લોકોને બાઈક ક્યાં રાખવું તે મોટો પ્રશ્ન છે. પોલીસને ટ્રાફિક બાબતે નિયમોસાર છુટ આપવી જોઈએ. મોરબીના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે પરંતુ પ્રજા સુવિધાથી વંચિત છે. મહેન્દ્રનગર ચોકડીએ બ્રીજ બનાવવાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. તેથી આ તમામ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.