ખાખરેચી અને દહીંસરા બેઠક ઉપર ૭૦ ટકા વસ્તી ઓબીસી સમાજની : ભાજપને જીતના ઉજળા સંજોગો માળીયા મિયાણા: ભાજપ મોરબી જિલ્લાના પ્રભારી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલને માળીયા મી. તાલુકાની જિલ્લા પંચાયતની બે સીટ ઓબીસી સમાજને ફાળવવા રજુઆત કરાઈ છે. માળીયા મી.ના પૂર્વ મહામંત્રી તાલુકા ભાજપ મનુભાઈ મગનભાઈ ખાંડેખાએ મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલને રજુઆત કરી છે કે, માળીયા મી. તાલુકામાં ઓબીસી સમાજની આશરે 70 ટકા વસ્તી છે. માળીયા મી. તાલુકામાં ખાખરેચી અને મોટા દહીંસરા (સરવડ) એ જિલ્લા પંચાયતની બે સીટ હેઠળ આવે છે. બે પૈકી કોઈ પણ સીટ પર ઓબીસી સમાજના ઉમેદવાર જીતવાની ક્ષમતા ધરાવે છે ત્યારે ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ મળી રહે એ માટે સમાજના ઉમેદવારો આ ચૂંટણીમાં ઉતારવામાં આવે એવી ખાસ કરીને આહીર આગેવાનો અને સમાજની માંગણી છે.