મોરબી : મોરબીના લાયન્સનગર વિસ્તારમાં આવેલ શામળિયા દાદાની શેરીમાં રોડ રસ્તા બાબતે મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, શેરીમાં રોડ રસ્તા ખરાબ હોવાના કારણે વરસાદી પાણી ખૂબ જ ભરાઈ જાય છે. વરસાદનું પાણી ઘર સુધી પહોંચી જાય છે. જેના કારણે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. રસ્તા પર ચાલવામાં પણ મુશ્કેલી પડે છે અને પડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે. તેથી શેરીમાં રોડ બનાવી દેવામાં આવે અને ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.