નવેમ્બર 2025થી શરૂ થયેલી કામગીરીમાં અનિયમિતતા: એસટી બસ સેવા બંધ થતાં રોષમોરબી : મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના પીપળીયા - મહેન્દ્રગઢ - સરવડ રૂટ પર ચાલી રહેલી રોડની કામગીરીમાં એજન્સીની અનિયમિતતા સામે આવી છે. નવેમ્બર 2025થી શરૂ થયેલા આ કામમાં બેદરકારી દાખવવામાં આવતા સ્થાનિક જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. આ અંગે મહેન્દ્રગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મુમતાજબેન મુસ્તાકભાઈ ભોરિયા દ્વારા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન, અકસ્માતનું જોખમ વધ્યુંરજૂઆતમાં જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા રોડ પર આડેધડ ખોદાણ કરવામાં આવ્યું છે. રોડની બંને સાઈડ માટીકામ ન થવાના કારણે સામસામે વાહનો પસાર થઈ શકતા નથી, જેના લીધે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. આ ઉપરાંત, એસટી બસ સેવા વારંવાર બંધ કરી દેવામાં આવતા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ધંધાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ગામના પાદરમાં 10 દિવસથી કામ બંધ, એજન્સી કામ અધૂરું મૂકી ગાયબમહેન્દ્રગઢ ગામના પાદરમાં સિમેન્ટ રોડ બનાવવા માટે છેલ્લા 10 દિવસથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે. 8 મે ના રોજ રોડ ખોદ્યા બાદ એજન્સી દ્વારા કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે અને એજન્સી કામ અધૂરું મૂકીને જતી રહી છે. રોડ ખોદવાના કારણે બસ સેવા પણ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, જેના લીધે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ડાયવર્ઝન આપવા અને માટીકામ તાત્કાલિક પૂર્ણ કરવા માંગજનહિતમાં પૂર્વ સરપંચ દ્વારા એજન્સી સામે કડક આદેશ કરવાની અને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં મુખ્ય 2 માંગણીઓ કરવામાં આવી છે કે મહેન્દ્રગઢ રોડ પર જ્યાં ખોદાણ થયું છે ત્યાં એસટી બસ સેવા પુનઃ શરૂ થઈ શકે તે માટે તાત્કાલિક ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી અને રોડનું કામ ઝડપથી પૂરું કરવું તેમજ મહેન્દ્રગઢ - સરવડ રોડની સાઈડમાં બાકી રહેલું માટીકામ તાત્કાલિક ધોરણે પૂરું કરવું. આ રજૂઆતની નકલ મોરબી-માળિયાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ મોકલી આપવામાં આવી છે.#Morbi #MaliyaMiyana #RoadConstruction #STBus #PublicIssue #MorbiUpdates