મોરબી : ભારતીય લોકોના જીવનમાં દાનને ઘણું મહત્ત્વ અપાયેલું છે. દાન કરવામાં બીજાની મદદ કરવાની, માનવતાની ભાવનાઓ રહેલી છે. સંસ્કૃતમાં એક સુભાષિતમાં દાનને હાથનું આભૂષણ કહેવામાં આવ્યું છે. ત્યારે ભરતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતા તરફથી સ્કૂલ બેગનું દાન કરવામાં આવ્યું હતું. માતાજીના નવલા નોરતાના પાવન પર્વમાં ભરતનગર પ્રાથમિક શાળા ખાતે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8ના તમામ 170 વિદ્યાર્થીઓને દાતા માધવજીભાઈ ગોરધનભાઈ પાંચોટિયા તરફથી 40,000 રુપિયાના ખર્ચે સ્કૂલ બેગ ભેટ આપવામાં આવેલ છે. આ તકે શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણિયાએ દાતા માધવજીભાઈ તેમના ધર્મપત્ની મનુબેન, પુત્ર રાજુભાઈ, પુત્રવધૂ જીન્કલબેન તેમજ પૌત્ર કર્મ અને હર્ષીવનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યકત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..