રવાપરના સરપંચે મામલતદારને રજુઆત કરી ગેરકાયદે ખડકાયેલા દબાણ હટાવવાની માંગ કરી મોરબી : મોરબીના રવાપર ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જગ્યા તથા આજુબાજુના તમામ સરકારી ખરાબાના કાચા તથી પાકા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે. તથા કાટાળા વાળની તાળ કરી તેમજ પતરા નાખી શેક બનાવેલ છે. આથી આ ગેરકાયદે દબાણો દૂર કરવા રવાપર ગામના સરપંચે મામલતદારને રજૂઆત કરી છે. રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા દ્વારા મામલતદારને રજુઆત કરાઈ હતી કે, રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરકારી જમીન પર અમુક શખ્સો ગેરકાયદે પેશકદમી કરી પોતાનો વ્યવસાય કરે છે. તેમજ આજુ બાજુના ખેડુતો ખાતેદારોને કિંમતી જમીનોની બાજુમાં આવા બાંધકામો કરી જમીનમાં જવાના કાયદેસરના રસ્તામાં દબાણ કરેલ છે. આ બાબતમાં અગાઉ પણ મામલતદારને રજુઆત કરાઈ હોવા છતાં આજ સુધી આ દબાણ દુર થયેલ નથી. વધુમાં ઉમેર્યું હતું કે દબાણકારો દ્વારા મારકુટ,ખેતીની જમીનમાં રંજાડ તથા આજુબાજુમાં ખેડુતોને ધાક ધમકી જેવી પ્રવૃત્તિ કરતા હોય તેમજ સરકારી પરીપત્ર કે મામલદારના હુકમને પણ ગાઠના ન હોય જે હકીકત છે. ગત તા.૧૨ ના રોજ આવા દબાણકરો દ્વારા મારકુટનો બનાવ બનેલ છે જેની પોલીસ કરીયાદ દાખલ થયેલ છે. આમ બહાર ગામથી આવેલા દબાણકારો દ્વારા આવા મારકુટના બનાવો અવાર નવાર બનતા હોય આથી રવાપર ઘુનડા રોડ પર આવેલ તમામ સરકારી ખરાબામાં આવેલ દબાણકારો સામે દબાણનો કેશ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા તથા આવા દબાણો તાત્કાલીક દુર કરવા કાર્યવાહી હાથ ધરવા રવાપરના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.