મોરબી : મોરબી જિલ્લામાં 18થી 44 વર્ષના વયસ્કોને કોરોના વેકસીન આપવાનું શરૂ કરવા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શીહોરા તથા ઉપપ્રમુખ જાનકીબેન કૈલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે રાજયમાં જ નહી પરંતુ સમગ્ર ભારતમાં કોરોનાની બીજી લહેર ખુબ આક્રમક હતી પરંતુ રાજયમાં કોરોનાની બીજી લહેરની ગતી હાલ ધીમી પડેલ છે. ત્યારે કારોના સામેની જંગ જીતવા માટે હાલમાં ગુજરાતમાં 45 વર્ષથી ઉપરના નાગરીકોને વેકસીનનો પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવી રહયો છે. તેવી જ રીતે અમુક જિલ્લાઓમાં 18થી 44 વર્ષના નાગરીકોને પણ ઓનલાઇન નોંધણી કરાવીને વેકસીન આપવામાં આવી રહી છે પરંતુ મોરબી જીલ્લામાં 18થી 44 વર્ષના નાગરીકોને કોરોના વેકસીનનો ડોઝ આપવાનું શરૂ થયેલ નથી. કોરોનાની બીજી લહેરની આક્રમતા જોઇને મોરબી જીલ્લાના 18થી 44ના વયસ્કો પણ વેકસીનની આતુરતાથી રાહ જોઇ રહયા છે. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો કોરોના સામેની જંગ જીતવામાં સરળતા રહે તે માટે મોરબી જીલ્લામાં 18થી 44 વર્ષના નાગરીકોને કોરોના વેકસીનના ડોઝ આપવા માટેની શરૂઆત કરવામાં આવે તો મોરબી જીલ્લાના તમામ નાગરીકો વેકસીનેટેડ થાય તેવી અપીલ કરાઇ છે.