મોરબી : મોરબીના વોર્ડ નંબર-4ના ભાજપના આગેવાનોએ જિલ્લા સેવા સદનની કમ્પાઉન્ડ પાસે શૌચાલય બનાવવા માટે રજૂઆત કરી છે.મોરબી વોર્ડ નંબર-4ના ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું છે કે જિલ્લા સેવા સદનની કમ્પાઉન્ડ પાસે શૌચાલય બનાવવામાં આવે તે જરૂરી છે. કેમ કે રોડ પર આવેલી શાળામાં બાળકોને મૂકવા જતી મહિલાઓ જાહેરમાં યુરીન કરતાં હોય છે જેથી મહિલાઓ અને બાળકોની મર્યાદા જળવાતી નથી. તેથી જિલ્લા સેવા સદનની કમ્પાઉન્ડ પાસે શૌચાલય બનાવવામાં આવે તેવી વોર્ડ નંબર-4ના ભાજપના પ્રમુખ રમેશભાઈ ભરવાડ, ભાજપના સિનિયર આગેવાન જ્યોતિસિંહ જાડેજા, પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, વોર્ડ નંબર-4ના પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી, મનસુખભાઈ બરાસરા, ગિરીરાજસિંહ ઝાલા, હર્ષદભાઈ વામજા, કાંતિભાઈ કણસાગરા, બળવંતભાઈ સનાળીયા, લાલુભા ઝાલા, મહેશભાઈ સોલંકી, લાલજીભાઈ રાતડીયા, ભીખાભાઈ સોલંકી સહિતનાઓએ રજૂઆત કરી છે.