આઝાદીના 79 વર્ષ પછી પણ વાંકાનેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત લાઈબ્રેરીનો અભાવ: સેંકડો વિદ્યાર્થીઓ અને આચાર્યોનું અરજીને સમર્થનક્લાસ A કક્ષાની લાઈબ્રેરીમાં 15,000 થી વધુ પુસ્તકો, કમ્પ્યુટર લેબ, ફ્રી વાઈ-ફાઈ અને સ્પર્ધાત્મક પરીક્ષા વિભાગની કરાઈ માંગણીવાંકાનેર (મોરબી અપડેટ) : આઝાદીના 79 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં વાંકાનેર તાલુકામાં એક પણ સંપૂર્ણ સુવિધાયુક્ત અને આધુનિક જાહેર પુસ્તકાલય ન હોવાના મુદ્દે આજે વાંકાનેરના જાગૃત નાગરિક જયેન્દ્રસિંહ મધુભા ઝાલા દ્વારા વાંકાનેર મામલતદારને એક વિસ્તૃત લેખિત અરજી સુપરત કરવામાં આવી છે. આ માંગણીને વાંકાનેરની વિવિધ શાળા-કોલેજોના આચાર્યો તથા સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને પોતાનું વ્યાપક સમર્થન આપ્યું છે.અરજદારે મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી કે, વાંકાનેરમાં હાલ જે નાનકડી સરકારી લાઈબ્રેરી ચાલે છે, તે આજના સમયની જરૂરિયાત મુજબ પૂરતી નથી. લાઈબ્રેરી એટલે માત્ર એક ઓરડો નહીં. ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 37 હેઠળ યોગ્ય સરકારી જમીન ફાળવીને, 'ધ ગુજરાત પબ્લિક લાઈબ્રેરીઝ એક્ટ, 2001' મુજબના 'Class A' કક્ષાના પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવે. આ સ્માર્ટ પુસ્તકાલયમાં 15,000 થી વધુ પુસ્તકોનો સંગ્રહ, કમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, ડિજિટલ લાઈબ્રેરી, અલગ બાળ-વિભાગ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો અલાયદો વિભાગ હોવો જોઈએ.અરજીમાં રાષ્ટ્રીય આંકડાઓ ટાંકીને જણાવાયું છે કે, આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ લાઈબ્રેરી એસોસિએશન્સ (IFLA) ના ધોરણ મુજબ દર 3,000 વ્યક્તિએ એક જાહેર પુસ્તકાલય હોવું જોઈએ. આ પ્રોજેક્ટ માટે નાણાકીય ભંડોળ સરકાર પર બોજ નહીં બને. કેન્દ્ર સરકારના રાજા રામમોહન રોય લાઈબ્રેરી ફાઉન્ડેશન (RRRLF) દ્વારા 60:40 ના ધોરણે મેચિંગ ગ્રાન્ટ મળે છે, જ્યારે ગુજરાત સરકારે 'વાંચે ગુજરાત' અભિયાન અંતર્ગત 2023-24 થી પુસ્તકાલયો માટે 100% અનુદાનની જોગવાઈ કરી છે. રાજ્યમાં હાલ 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત છે અને 71 નવાં મંજૂર થયાં છે. આ પ્રોજેક્ટને ગતિ આપવા માટે માત્ર જમીન ફાળવણી અને મામલતદારની ભલામણ પૂરતી છે.પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુટ્યુબ મારફતે વિદ્યાર્થીઓને મફત કોચિંગ ઉપલબ્ધ કરાવવાની યોજનાની જાહેરાત કરી હતી. આ કોચિંગ જોવા, સાંભળવા અને એકાગ્રતાથી ભણવા માટે એક શાંત જગ્યા જોઈએ. વાંકાનેરનું નવું પુસ્તકાલય એ યોજનાનું ગ્રાઉન્ડ સેન્ટર બની શકે છે. આ સમગ્ર માંગણી કેન્દ્ર સરકારના 'વિકસિત ભારત @ 2047' ના સ્વપ્ન સાથે જોડાયેલી છે. આ પહેલ કોઈ એક વ્યક્તિની કે રાજકીય નહીં પરંતુ સંપૂર્ણપણે નાગરિક અને વાંકાનેરના યુવાધનના શૈક્ષણિક હિતની છે, જેને વહીવટીતંત્ર ગંભીરતાથી લઈ વહેલી તકે સકારાત્મક કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.#Wankaner #WankanerNews #SmartLibrary #MorbiUpdate #Education #GujaratNews #StudentEmpowerment #ViksitBharat2047 #MorbiDistrict