ટંકારા : ટંકારા તાલુકાના જોધપર (ઝા.) ગામે ખોડિયાર મા વાળી શેરી તથા ધાવડી મા વાળી શેરીમાં ભુગર્ભ ગટર તથા પેવર બ્લોકના કામ બાબતે રહીશોએ ગ્રામ પંચાયતના સરપંચને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ગામની ખોડિયાર મા વાળી શેરી અને ધાવડી મા વાળી શેરીમાં ખુલ્લી ગટર હોય ગંદકી તથા મચ્છરનો ત્રાસ છે. બન્ને શેરીમાં દસ વર્ષ પહેલા ગટર અને રોડનું કામ મંજૂર થયું હતું પરંતુ તે આજ દિન સુધી થયું નથી. તેથી તાત્કાલિક આ કામ શરૂ કરવામાં આવે તેવી રહીશોએ માગ કરી છે.