મોરબી : મોરબીના સલાહકાર અન્ન અને નાગરીક પુરવઠા (પૂર્વ) પી.પી. જોષી દ્વારા વિવિધ પ્રશ્ને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. જેમાં તેમણે મોરબી શહેરમાં ટ્રાફિકના પ્રશ્ન બાબતે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે. જ્યારે ગુજરાત રાજ્યમાં દોડતી ઓવરલોડ એસટી બસ અને જુની એસટી બસો બંધ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.પી.પી. જોષીએ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, હાલમાં મોરબી શહેરમાં અસંખ્ય ટ્રાફીક વધી રહ્યો છે. જેના કારણે મોરબી શહેરની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. ધણી વખત તો ટ્રાફીકમાં એમ્બ્યુલન્સ પણ અટકી જાય છે ને તેમા રહેલ દર્દીનું ઘણી વખત મોત પણ થાય છે. તો આ બાબતે એકજ ઉકેલ છે જે મોરબી શહેરમાં જાહેર માર્ગ પર આડેધડ લારી ગલ્લા જો હટાવવામાં આવે તો સહેલાઈથી ઉકેલી શકાય તેમ છે. આડેધડ રીક્ષાઓ રસ્તા ઉપર પડી હોય છે જેથી રીક્ષાને નહેરૂગેઈટ ચોકમાં પાર્કિંગ આપવું જોઈએ અને બીજુ પાર્કિંગ ગાંધીચોકમાં આપવું જોઈએ જેથી આ પશ્નનો ઉકેલ આવી શકે તેમજ મોરબી શહેરમાં હાલમાં ધણા સમયથી ટ્રોઈંગ વાહનપણ બંધ છે જેથી પણ આડેધડ પાર્કિંગ જોવા મળે છે. ટ્રાફિક બાબતે કલેકટર, કમિશનર તથા ટ્રાફિકના અધિકારી સાથે સંકલન કરવુ જરૂરી છે. જેથી આ પશ્ન હલ થઈ શકે તેમ છે. વધુમાં મોરબીમાં લગભગ દુકાનદારો દુકાનની આગળ લોખંડ પાટલા અને ઓટલા રાખે છે જેના કારણે પણ ટ્રાફિક થાય છે. ત્યારે આ બાબતે યોગ્ય નિર્ણ લેવા જણાવાયું છે.આ ઉપરાંત મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાત એસ.ટી. બસમાં નિયત કરતા વધારે મુસાફરોની હેરાફેરી થાય છે. આ પ્રથા ફકત ગુજરાતમાં છે અન્ય રાજયમાં ઓવર એજ બસો કે ઓવરલોડ મુસાફર ભરતા નથી તે જગ્યાએ અન્ય રાજયમાં બીજી બસની સુવિધા પણ કરવામાં છે. તેમજ એસ.ટી.ના ઘણા રૂટમાં ડ્રાઈવર કંડકટરો સતત ચોવીસ કલાક ફરજ બજાવે છે જેને કારણે અવાર નવાર અકસ્માત થાય છે અને એસ.ટી.ને કરોડો રૂપિયા કલેમ ચુકવવા પડે જે પણ વ્યાજબી નથી. જેથી કરીને ડ્રાઈવર કંડકટરને વધુમાં વધુ આઠ થી દસ કલાકની નોકરી આપવી જોઈએ. સૌરાષ્ટ્રમાં ધણા રૂટ છે જેમ કે દાહોદ, ગોધરા, ઘોઘંબા, મોરબી, છોટા ઉદેપુર, બારીયા, મોરબી, વેરાવળ, દીવ, કોડીનાર, ભુજ ડેપોની પણ ઘણી બસો સતત 20 કલાક થી વધારે ફરજ બજાવે છે, જે નિગમને તથા પ્રજાને નુકશાન થાય છે. તો વહેલીતકે આવી બસોને કયુચેન આપવુ જોઈએ એવી માંગણી કરવામાં આવી છે.