મોરબી : મોરબીમાં ગત તા. 25 નવેમ્બરથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રસંગોનું ભાવિકો રસપાન કરી રહ્યા છે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન જનકલ્યાણ બ્લોક નંબર 42, સાઇબાગ, ઉમા ટાઉનશીપ, ભારતી વિદ્યાલય સામેના મેદાન, મોરબી 2 ખાતે કરવામાં આવેલ છે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન શાસ્ત્રી દુષ્યંત મારાજ (ખાખરેચી વાળા) દ્વારા કરવામાં આવે છે. આ તકે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. કથા ગત તા. 25/11/2021ને ગુરુવારના રોજ પ્રારંભ અને કથાની પુર્ણાહુતી તા. 01/12/2021ને બુધવારના રોજ થશે. કથાશ્રવણનો સમય સવારે 9થી 12 અને બપોરે 3થી 6 વાગ્યાનો રહેશે. આ કથાના મુખ્ય યજમાન જીજ્ઞેશભાઈ દિલીપભાઈ વ્યાસ છે. શ્રીમદ્દ ભાગવત કથાનો લ્હાવો ભાવિકો લઈ રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..