મોરબીના ચકમપર, જીકીયારી, જીવાપર, જેતપર તેમજ માળીયા મીયાણાના સુલતાનપુર, માણાબા, ચીખલી સહિતના ગામોને એલર્ટ કરાયા મોરબી : સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે મોરબીના જીકીયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં હોવાથી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. નીચાણવાળા મોરબીના ચકમપર, જીકીયારી, જીવાપર, જેતપર તેમજ માળીયા મીયાણાના સુલતાનપુર, માણાબા, ચીખલી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જીકીયારી ગામ પાસેનો ઘોડાધ્રોઇ ડેમ નિર્ધારિત સપાટીએ 90% ભરાઈ જવામાં છે. જળાશયની ભરપુર સપાટી 98.3 મીટર છે. જ્યારે જળાશયની હાલની જળસપાટી 97.8 મીટર પહોંચી છે.પાણીની આવક વધતા ડેમનો એક દરવાજો હાલમાં એક ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી, ડેમની હેઠવાસમાં ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. મોરબી તાલુકાના ચકમપર, જીકીયાળી, જીવાપર, જેતપર તેમજ માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર, માણાબા, ચીખલી અને સાપર ગામના લોકોને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ (ક્લડ સેલ) તરફથી નદીના પટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..