9 ઓગસ્ટના મુસ્લિમ ચાંદ (૩) ત્રણ સફરના રોજ ઉર્ષ મુબારક ઉજવાશેમોરબી : (મહમદશા શાહમદાર દ્વારા) દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી તારીખ 9-8 2024ને શુક્રવાર અને મુસ્લિમ ચાંદ (૩) ત્રણ સફર ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.જેમાં સાંજે 4 વાગ્યે શહેજાદાએ મદની સરકાર તથા તમામ એહલેબેત સાથે તમામ આશિકાને બાવા અહેમદશાહની હાજરીમાં સંદલ પોશી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ)નું પણ જોરદાર આયોજન કરેલ છે. ન્યાજ શરીફમાં ભાઈઓ માટે બાવા એહમદશાહ દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગથી મેમણ સમાજના જમાત ખાના મેમણ શેરીની બાજુમાં રાખવામાં આવેલું છે. સાથે જ રાત્રે 10 કલાકે કિબલા સહમતી મૌલાના આદમ સાહેબનો વાઈજ શરિફનો પણ નૂરાની જલસો રાખવામાં આવેલ છે. વાઈજ શરીફ પહેલા બાવા અહેમદશા મસ્જિદના પેસ ઈમામ નજીરમિયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પણ પેસ કરશે. તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ બાવા એહમદશાહ ગ્રુપ અને બાવા એહમદશા મસ્જિદ દરગાહના ટ્રસ્ટીઓ તરફથી જાહેર દાવત આમંત્રણ આપવામાં આવ્યું છે.