માળીયા : માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ 10-7-2025ને ગુરુવારેના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-સરકાર-7 (ર.અ.)નો ઉર્ષ મુબારક ઉજવાશે. આ ઉર્ષ મુબારકમાં તારીખ 10-7-2025ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ ફેરવવામાં આવશે. 10 કલાકે આ જુલસ સેવન સારકાર સેવનની દરગાહ શરીફ પણ પુર્ણ થશે. અને ત્યાર બાદ 10 કલાકે સંદલ શરીફ ચડાવવામાં આવશે. 11 કલાકે પરચમ મુબારક (ધ્વજ) ચડાવાશે. 11:30 કલાકે લોબાન કરવામાં આવશે ત્યાર બાદ 12 કલાકે આમ ન્યાઝ (મહા પ્રસાદ) તકસીમ કરવામાં આવશે તો આ ઉર્ષ મુબારકમાં તમામ આસીકાને 7- સરકાર-7ના ઉર્ષમાં હાજરી આપી સવાબે એ દારીન હાસીલ કરજો તેવું (દિદારે હુશ્ને મુઝસ્સમ) શેરે ગુજરાત શહેઝાદાએ પીર 7-સરકાર-7 નુરૂલ નુર સૈયદી પીર શકીલ સરકાર કાદરીયુલ જીલ્લાની કલંદરી, સાબરી, નીજામી, અશરફી તથા પીર 7-સરકાર-7 ઉર્ષ કમિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.