10 પરીક્ષા કેન્દ્રોમાં 109 બ્લોક પર 2146 ઉમેદવારો પરીક્ષા આપશેમોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજકેટ પરીક્ષામાં મોરબી જિલ્લામાં તારીખ 23-3-2025ના રોજ ત્રણ સેશનમાં યોજાશે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કલેક્ટર કે. બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારી કે. એમ. મોતાની દેખરેખ હેઠળ મોરબી જિલ્લાની ગુજકેટની પરીક્ષા યોજવાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં મોરબી સેન્ટર ખાતે કુલ 10 પરીક્ષા સ્થળો પર પરીક્ષા યોજાશે, જેમાં 109 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. 1159 બોયઝ અને 987 ગર્લ્સ મળી કુલ કુલ 2146 ઉમેદવારો પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A ના 733 ઉમેદવાર અને ગ્રુપ B ના 1411 ઉમેદવાર તથા ગ્રુપ AB ના 02 ઉમેદવાર આ પરીક્ષા આપશે.આ પરીક્ષા ત્રણ સેશનમાં યોજાશે, જેમાં પ્રથમ સેશન સવારે 10 થી 12 દરમિયાન, બીજું સેશન 1 થી 2 દરમિયાન અને ત્રીજું સેશન 3 થી 4 દરમિયાન રહેશે. પી.વી. અંબરિયા પરીક્ષા સંચાલન અંગે માર્ગદર્શનની અને શ્રી બી. એલ. ભાલોડિયા ઝોનલ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત પરીક્ષા સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા દ્વારા પરીક્ષા સ્થળ પરના ઓબ્ઝર્વર, સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિઓને તાલીમ યોજી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.