રાજકીય પક્ષોએ પણ શહેર સંગઠન બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું ટંકારા : ટંકારામાં રાજકીય પક્ષો દ્વારા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ ગઈ છે. બીજી તરફ ટીકીટ માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ જતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉપરાંત રાજકીય પક્ષોએ પણ શહેર સંગઠન બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ટંકારા સુવિધા અને સેવા સહિતના પશ્રને વખતો વખત ચર્ચામાં રહ્યું છે. તેવામાં આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ ટંકારામાં 200માં અવતરણ દિવસના દ્રી શતાબ્દી મહોત્સવ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને કારણે રાજકીય પક્ષો અને નેતાઓમાં અનેરો ઉત્સાહ છે એટલુ નહી મતદારો પણ ચુટણીની ચર્ચામાં ઉતરતા ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. ટંકારાના મતદારો પહેલી વખત પાલિકાના વોર્ડ ઉમેદવાર માટે મતદાન કરશે. ઉપરાંત જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે તો એક મતદાર કેટલા મત આપશે. એવી અનેક વાતો હાલે ચોરેને ચૌટે ચર્ચામાં છે.