જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન, 5 ઓગસ્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખમોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત કલા મહાકુંભ 2026-27 યોજાનાર છે. મોરબીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આ કલા મહાકુંભનું સંચાલન કરવામાં આવશે. જેમાં 6 થી 60 વર્ષથી ઉપરના તમામ વયજૂથના કલાકારો ભાગ લઈ શકશે.ચાર વયજૂથમાં યોજાશે સ્પર્ધાઓઆ સ્પર્ધામાં કલાકારોને તેમની ઉંમર પ્રમાણે ચાર વયજૂથમાં વહેંચવામાં આવ્યા છે6 થી 14 વર્ષ (01/01/2013 થી 31/12/2020)15 થી 20 વર્ષ (01/01/2007 થી 31/12/2012)21 થી 59 વર્ષ (01/01/1968 થી 31/12/2006)60 થી ઉપર (ઓપન ગ્રુપ - 31/12/1967 પહેલા જન્મેલા)કલા મહાકુંભમાં વિવિધ વિભાગોમાં સ્પર્ધાઓ યોજાશેસાહિત્ય વિભાગ: વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ.કલા વિભાગ: ચિત્રકલા અને સર્જનાત્મક કારીગરી.નૃત્ય વિભાગ: લોક નૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ.ગાયન વિભાગ: શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન.વાદન વિભાગ: હાર્મોનિયમ (હળવું), તબલા, ઓરગન, સ્કુલબેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખવાજ, વાયોલીન, મૃદંગમ, રાવણ હથ્થો, જોડીયા પાવા.અભિનય વિભાગ: એક પાત્રીય અભિનય, ભવાઈ.સ્પર્ધાના નિયમો અને ફોર્મ જમા કરાવવાની વિગતઆ સ્પર્ધાઓ તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા અને રાજ્યકક્ષા એમ વિવિધ સ્તરે યોજાશે. સ્પર્ધાના સામાન્ય નિયમ મુજબ કોઈ પણ સ્પર્ધક માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ સાથે જોડીને તારીખ 05/08/2026 સુધીમાં કચેરીના કામકાજના દિવસો અને સમય દરમિયાન જમા કરાવવાના રહેશે. ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,રૂમ નં. 257, 2જો માળ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-2 ખાતે જમા કરાવી શકાશે. તારીખ 05/08/2026 પછી આવનાર ફોર્મ તથા અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #KalaMahakumbh2026 #ArtCompetition #MorbiNews #GujaratYouth #CulturalActivities