મોરબી : મોરબીમાં પ્રેમ પરિવાર દ્વારા અઠ્ઠાઈનાં તપસ્વી નિકેતભાઈ કંસારાના પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની ઉજવણીમાં કોઈ મોટા મહાનુભાવોનાં બદલે મોરબીનાં વૃધ્ધાશ્રમનાં માવતરનાં આશીર્વાદ મેળવીને તેમનાં હાથે પારણા કરાવીને પ્રેમ પરીવાર મોરબીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.