મોરબી : ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં સંજયસિંહ વજેસિંહ જાડેજાની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રાધાબેન મનસુખભાઇ બીલવાલ ઉ.32 નામના મહિલા નવ મહિનાનો ગર્ભ ધરાવતા હોય પ્રસવ પીડા ઉપડયા બાદ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન રાધાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.