મૃતકના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતામોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર પાસે આવેલ એસ્ટીકા સિરામિક ફેકટરીના લબર કવાટર્સમાં રહેતા પૂજાબેન ગાલુભાઈ ગાગરાય ઉ.22 નામના પરિણીતાને ગઈકાલે સાંજે આચકી ઉપડી જતા પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.મૃતક પૂજાબેનના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું અને ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.હાલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.