મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજા સતત કહેર વરસાવી રહ્યા છે. ગતરાત્રિથી વરસી અવિરતપણે વરસી રહેલા વરસાદે ખેડૂતો અને નવરાત્રીના આયોજકો તથા ખેલૈયાઓને ભારે ચિંતામાં મૂકી દીધા છે આજે સવારથી વરસી રહેલા વરસાદની ગતિ બોપર પછી ધીમી પડી છે.જેમાં આજે રવિવારે બોપરના 2 થી 4 વાગ્યે સુધી સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો ટંકારમાં 10 મીમી, માળિયામાં 8 મીમી અને વાંકાનેરમાં 8 મીમી તેમજ મોરબીમાં 5 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે હળવદમાં આજે સવારના 10થી 12 વાગ્યા સુધી 10 મીમી વરસાદ પડ્યા બાદ વિરામ લીધો છે. પણ મોરબી જિલ્લામાં સતત ધીમધારે વરસાદ વરસતો હોવાથી કપાસ અને મગફળીના ઉભા પાકને નુકશાન થવાની શકયતાને પગલે ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી ફરી વળી છે. આથી હવે મેઘરાજાની ખરા અંતઃકરણપૂવર્ક ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે