મોરબી : આજે તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા, રસીદ, ઉતરવહી, બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ પ્રિ બોર્ડ પરીક્ષા દ્વારા એક બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તથા અનુભવ કેળવવા માટે ખાસ આયોજન કરાયું હતું. જે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર હોય, બોર્ડ પરીક્ષા કેવી હોય, બોર્ડની પરીક્ષાનો હાવ દુર કરવા માટે શાળાના શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.