મોરબી: ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ- મોરબીના માનદ મંત્રી પોપટભાઈ ગોઠીનું ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે ત્યારે તેઓના આત્મા કલ્યાણાર્થે ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના સભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. મૂળ ગામ ચમનપર અને હાલ મોરબી નિવાસી પોપટભાઈ લક્ષ્મણભાઈ ગોઠી જેઓ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ- મોરબીના માનદ મંત્રી તરીકે સેવા આપતા હતા. તેઓનું 19 ડિસેમ્બરના રોજ અવસાન થતા ઉમિયા માનવસેવા ટ્રસ્ટ- મોરબી દ્વારા આગામી તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 8:30 કલાકે પ્રાર્થના સભા અને સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન શનાળા રોડ પર આવેલા ટ્રસ્ટના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું છે. પ્રાર્થના સભા તથા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા સર્વેને અપીલ કરાઈ છે.