વાંકાનેર : વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે માલઢોર ચરાવવા બાબતે સમજાવવા જતા ત્રણ શખ્સોએ પ્રૌઢ સહિતના બે લોકો ઉપર હુમલાકરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા ધનાભાઈ ખેંગારભાઈ ફાંગલીયા ઉ.55 નામના વૃદ્ધે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિહાભાઈ સતાભાઈ પાંચીયા, શૈલેશભાઈ હિરાભાઈ પાંચીયા તથા જયેશભાઈ વિહાભાઈ પાંચીયા રહે બધા પાંચ દ્વારકા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ લખાવી જાહેર કર્યું કે ગત તા.3ના રોજ બપોરના અરસામાં પ્રતાપગઢ ગામે રહીમભાઈ નુરમકમદભાઈની વાડીની બાજુમાં માલઢોર ચરાવવા અંગે સમજાવવા જતા આરોપીઓને સારું નહિ લાગતા આરોપી વિહાભાઈએ પોતાના પાસે રહેલ લાકડીથી ધનાભાઇને ઇજા પહોંચાડી હતી. ત્યારે ધનાભાઇને બચાવવા વચ્ચે આવેલ જીવણભાઈને પણ આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી લાકડીઓ ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.