ભકિતનગર (નવા ઈશનપુર) ગામ સમસ્ત દ્વારા શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણનું ભવ્યાતિભવ્ય આયોજન છોટા કાશી તરીકે ગણાતી હળવદ નગરી અને તાલુકાની ધરતી ઉપર મહાદેવજીની કૃપા વરસી છે. એક તરફ મહાશિવરાત્રીનો પર્વ નજીકમાં છે ત્યારે લોકો શિવમય બની ચુકયા છે. આવા ટાણે જ હળવદ નજીક આવેલા નવા ઈશનપુર ગામ ખાતે સિધ્ધનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે યોજાયેલી શિવ મહાપુરાણ કથામાં ભાવીકોનો ઘોડાપુર ઉમટી પડયું છે. કથાના વકતા ૫.પૂ. હંસદેવગિરિ ગોસ્વામી બાપુએ પોતાની કથામાં દિકરી અને માતા પ્રત્યેની ઉંડી સમજ આપી છે અને બન્નેના સબંધોની વિસ્તૃત ચર્ચા કરી હતી. અત્રે યોજાયેલી સંગીતમય કથામાં લોકો શિવના ગુણ ગાઈ ભાવવિભોર બની ગયા હતા. હળવદમાં પાવનકારી પ્રસંગો બારેમાસ અવિરત હોય છે તે ઉપરાંત તાલુકાના નવા ઈશનપુર ગામે તા.ર૬થી શરૂ થયેલ શ્રી સિધ્ધનાથ મહાદેવ નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ભકિતનગર (નવા ઈશનપુર) ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે. સાત દિવસ ચાલનારી આ પાવનકારી કથાનો પ્રારંભ તા.ર૬થી કરવામાં આવ્યો છે જયારે કથાની પૂર્ણાહુતિ તા.૪ના થશે. ભકિતનગર (નવા ઈશનપુર) ગામે નિર્માણ પામેલ સિધ્ધનાથ મહાદેવના નૂતન મંદિરે શિવ મહાપુરાણમાં આજે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો સાથો સાથ શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણ તથા ત્રિદિવસીય ૩૧ કુંડિય હવનનું આયોજન કરાયું છે. આ શિવ કથાના વ્યાસ સ્થાને શ્રી હંસદેવગિરિ બાપુ ગોસ્વામી બિરાજીને શિવ મહાપુરાણનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે કાલુપુર શ્રી નરનારાયણદેવ ગાદિ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. આચાર્ય ૧૦૦૮ શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, રાજ સીતાપુર લાલજી મહારાજની જગ્યાના ગાદિપતિ પ.પૂ.૧૦૮ શ્રી અંબારામદાસજી મહારાજ, દુર્ગાદાસજી બાપુ પધારી દર્શન આર્શીવાદ પાઠવશે તેમજ ધામોધામથી આ કથામાં સંતો - મહંતો ખાસ પધાર્યા હતા અને ભાવિક ભકતોને આર્શિવચન પાઠવ્યા હતા. આ કથા પ્રસંગે ભાવિક ભકતો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. ઉપરાંત આ કથામાં પ.પૂ.શા†ી ભકિતનંદનદાસજી સ્વામી દ્વારા સભા સંચાલન કરવામાં આવ્યું હતું. તો સાથે જ સંતો - મહંતો દ્વારા સવારે શાકનો વગાર કરી શાકોત્સવના મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભકતોએ લાભ લીધો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en