રાજકીય અગ્રણીઓ અને સંત ઉપસ્થિત રહ્યા મોરબી : મોરબી જિલ્લાના બગથળા ગામમાં ગઈકાલે રામચંદ્ર ,લક્ષ્મી અને જાનકી સાથે હનુમાન અને શિવ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હતી.શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી.આ કાર્યક્રમોમાં સાંસદ સભ્ય,રાજ્યમંત્રી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તથા સમસ્ત ગામ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બગથળા ગામમાં મોટા રામજી મંદિર ભૂકંપ પછી ઘણું નુકશાન થયેલ હતું અને ત્યારબાદ ગત તા.21ના રોજ નવી મૂર્તિ રામચંદ્ર ,લક્ષ્મી અને જાનકી સાથે હનુમાન અને શિવ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હતી.ગામમાં શોભાયાત્રા નીકળેલ હતી.આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ બ્રિજેશભાઇ મેરજા,દુર્લભજીભાઇ દેથરિયા તેમજ તેમની ટીમ હાજર રહી અને ગામ લોકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો.નકલંક મંદિરનાં મહંત દામજી ભગતે આશીર્વચન આપેલ હતું.સાંજે સમસ્ત ગામ 6000 માણસોએ સાથે બેસીને પ્રસાદ લીધેલ હતો.